• Language icon
  • ONDC Logo

    Do you want to change your default language?

    Continue Cancel

    ઉપયોગની શરતો

    આ યુઝર એગ્રીમેન્ટ એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ, 2000 ("અધિનિયમ") ની જોગવાઈઓ હેઠળનો ઈલેક્ટ્રોનિક રેકોર્ડ છે અને તેના હેઠળ લાગુ પડતા નિયમો અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (સુધારા) અધિનિયમ, 2008 દ્વારા સુધારેલા વિવિધ કાયદાઓમાં ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સને લગતી સુધારેલી જોગવાઈઓ છે. આ યુઝર એગ્રીમેન્ટ કોમ્પ્યુટર-જનરેટેડ છે અને તેને કોઈ ભૌતિક અથવા ડિજિટલ સહીની જરૂર નથી.

    આ યુઝર એગ્રીમેન્ટ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી ગાઈડલાઇન) નિયમો, 2011 ના નિયમ 3 (1) ની જોગવાઈઓ અનુસાર પ્રકાશિત કરવામાં આવ્યો છે જેમાં ondc.org ("વેબસાઇટ") ના ઍક્સેસ અને/અથવા ઉપયોગ માટે નિયમો અને કાયદાઓ, પ્રાઈવસી પૉલીસી અને નિયમો અને શરતો પ્રકાશિત કરવાની જરૂર છે.

    આ નિયમો અને ઉપયોગની શરતોમાં ("ઉપયોગની શરતો"), નીચેની શરતોનો અર્થ નીચે પ્રમાણે તેમને દર્શાવ્યા મુજબ હશે

    “યુઝર” એ તમારો ઉલ્લેખ કરે છે, કોઈપણ કોમ્યુનિકેશન ડિવાઇસ દ્વારા વેબસાઇટની મુલાકાત લેતી, ઍક્સેસ કરતી અને/અથવા તેનો ઉપયોગ કરતી વ્યક્તિ.

    “ONDC” એ ઓપન નેટવર્ક માટે ડિજિટલ કોમર્સનો સંદર્ભ આપે છે, જે ભારતીય કંપની અધિનિયમ, 2013 હેઠળ સમાવિષ્ટ કંપની છે, જેની કોર્પોરેટ આઈડેન્ટીટી છે અને તેનું રજિસ્ટર થયેલ ઓફિસ સરનામું છે કે જેના પર આ વેબસાઇટ પરના તમામ અધિકારોની માલિકી છે. કૃપા કરીને ક્લાયન્ટ પાસેથી આ વિગતો મેળવો.

    "તમે" અને "તમારું" ના બધા સંદર્ભોનો અર્થ યુઝર હશે.

    “ONDC”, “કંપની”, “અમે”, “અમો” અને “અમારું” ના તમામ સંદર્ભોનો અર્થ ONDC Ltd હશે.

    આ તમારી એટલે કે વેબસાઇટના યુઝર અને કંપની વચ્ચેનું કાનૂની અને બંધનકર્તા એગ્રીમેન્ટ છે અને તે શરતો જણાવે છે જે વેબસાઇટના તમારા ઉપયોગને સંચાલિત કરે છે. આ વેબસાઈટને ઍક્સેસ કરીને, તમે સંમતિ આપો છો, પાલન કરવા સંમત થાઓ છો અને ઉપયોગની શરતોનું પાલન કરવા બંધાયેલા છો, અને જો તમે આ ઉપયોગની શરતોથી સંમત ન હોવ, તો તમારે વેબસાઈટને ઍક્સેસ કરવી કે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં, અને તે પછી કોઈપણ ઍક્સેસ અથવા ઉપયોગ તમારા દ્વારા ઉપયોગની શરતોની સ્વીકૃતિ અને સંમતિ તરીકે ગણવામાં આવશે.

    વેબસાઇટને ઍક્સેસ કરીને અને/અથવા તેનો ઉપયોગ કરીને, તમે અહીં આ બંધનકર્તા ઉપયોગની શરતોને સ્વીકારવા માટેના તમારા એગ્રીમેન્ટને સહી કરો છો. આ દસ્તાવેજ કંપની અને તમારી વચ્ચે કાનૂની રીતે બંધનકર્તા યુઝર એગ્રીમેન્ટનું ગઠન કરે છે. જો તમે નીચેની કોઈપણ અથવા બધી ઉપયોગની શરતો (પ્રાઈવસી પૉલીસી સહિત) સાથે સંમત ન હો, તો કૃપા કરીને વેબસાઇટને ઍક્સેસ કરશો નહીં અને/અથવા તેનો ઉપયોગ કરશો નહીં.

    અમે અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, કોઈપણ સમયે પૂર્વ સૂચના વિના આ ઉપયોગની શરતોને બદલવા, સંશોધિત કરવાનો અથવા અન્યથા બદલવાનો અધિકાર અનામત રાખીએ છીએ. આ ફેરફારો અને/અથવા સંશોધનો અહીં વેબસાઈટ પર અપલોડ/પ્રકાશિત થયા પછી તરત જ પ્રભાવી થશે.

    કૃપા કરીને સમયાંતરે ઉપયોગની શરતોને રિવ્યુ કરો. ફેરફારો અને/અથવા સંશોધનોની પોસ્ટિંગ પછી વેબસાઈટનો તમારો સતત ઉપયોગ એ કોઈપણ સુધારેલી ઉપયોગની શરતોની તમારી સ્વીકૃતિનું ગઠન કરશે. કંપની કોઈપણ સમયે વેબસાઈટના તમામ અથવા તેના ભાગના કોઈના ઍક્સેસને નકારવાનો અથવા સ્થગિત કરવાનો અધિકાર જાળવી રાખે છે જે કંપની માને છે કે આમાંની કોઈપણ ઉપયોગની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.

    1. વેબસાઈટનો ઍક્સેસ

    • આ વેબસાઈટ ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના (અથવા 21 વર્ષથી વધુ જ્યાં 1875ના પુખ્ત વય અધિનિયમ મુજબ વાલીની નિમણૂક કરવામાં આવે છે) ("પુખ્ત વયની ઉંમર") માટે જ ઑફર કરવામાં આવે છે અને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
    • જો તમે પુખ્ત વયથી ઓછી ઉંમરના છો અને વેબસાઈટને ઍક્સેસ કરવાનું ચાલુ રાખો છો, તો કંપની ધારશે કે તમે આ ઉપયોગની શરતો અને પ્રાઈવસી પૉલીસીની તમારા માતા-પિતા/કાનૂની વાલી સાથે સમીક્ષા કરી છે અને તમારા માતા-પિતા/કાનૂની વાલી તમારા વતી તેને સમજે છે અને સંમત થાય છે. જો તમે વેબસાઈટને ઍક્સેસ કરતી વખતે અને/અથવા ઉપયોગ કરતી વખતે પુખ્ત વયથી ઓછી ઉંમરના છો, તો વેબસાઈટની તમારી ઍક્સેસ અને ઉપયોગ માતા-પિતા/કાનૂની વાલીની સંમતિ અને દરેક સમયે માતા-પિતા/કાનૂની વાલીના માર્ગદર્શન હેઠળ હોવાનું માનવામાં આવશે. તમે અને તમારા માતા-પિતા/કાનૂની વાલીઓ પુષ્ટિ કરો છો કે વેબસાઇટ તમને તમારા આનંદ માટે ઓફર કરવામાં આવી છે અને આ ઉપયોગની શરતો કંપની અને તમારા માતા-પિતા/વાલીઓ વચ્ચે કાયદેસર રીતે બંધનકર્તા યુઝર એગ્રીમેન્ટની રચના કરશે જે તમારા વતી કરાર કરી રહ્યાં છે. જ્યાં યુઝર્સ પુખ્ત વયથી ઓછી ઉંમરના હોય, ત્યાં “યુઝર્સ”, “તમે” અને “તમારા” ના તમામ સંદર્ભોનો અર્થ એવો થશે અને તેમાં તમે અને તમારા માતા-પિતા/કાનૂની વાલીઓ તમારા લાભ માટે અને તમારા વતી કાર્ય કરતા હોવાનો સમાવેશ થાય છે.
    • વેબસાઈટ પર ઑફર કરવામાં આવેલ કેટલાક કન્ટેન્ટ કેટલાક યુઝર્સ માટે યોગ્ય ન હોઈ શકે અને તેથી દર્શકની વિવેકબુદ્ધિ/માતા-પિતાની વિવેકબુદ્ધિની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, વેબસાઈટ પર ઑફર કરવામાં આવેલ કેટલાક કન્ટેન્ટ પુખ્ત વયથી ઓછી ઉંમરના વ્યક્તિઓ દ્વારા જોવા માટે યોગ્ય ન હોઈ શકે. જો તમે પુખ્ત વયથી ઓછી ઉંમરના છો, તો તમે તમારા માતા-પિતા/કાનૂની વાલીઓની પૂર્વ સંમતિથી જ કન્ટેન્ટ જોઈ શકો છો. માતા-પિતા/કાનૂની વાલીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના બાળકો અને/અથવા ઉછેર કરી રહ્યા છો તેને આ વેબસાઈટ અને/અથવા કોઈપણ સામગ્રી (પછી વ્યાખ્યાયિત કર્યા મુજબ) ઍક્સેસ કરવાની મંજૂરી આપતા પહેલા વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે. વેબસાઈટની તમારી ઍક્સેસ અને ઉપયોગ આ ઉપયોગની શરતો, પ્રાઈવસી પૉલીસી અને ભારતમાં લાગુ થતા તમામ કાયદાઓ, નિયમો અને કાનુનોને આધીન છે.
    • કંપની તમને આ ઉપયોગની શરતો અનુસાર, ફક્ત બિન-વાણિજ્યિક ઉપયોગ માટે અને ફક્ત ખાનગી જોવા માટે, વેબસાઇટને ઍક્સેસ કરવા અને તેનો ઉપયોગ કરવાનો વ્યક્તિગત, રદ કરી શકાય તેવા, બિન-વિશિષ્ટ, બિન-તબદીલીપાત્ર અધિકાર આપે છે. આ ઉપયોગની શરતો, વેબસાઇટની તમારી ઍક્સેસ અને કોઈપણ ડેટા, મેસેજ, ટેક્સ્ટ, ઇમેજ, ઑડિઓ, સાઉન્ડ, વોઇસ, કોડ્સ, કોમ્પ્યુટર પ્રોગ્રામ, સૉફ્ટવેર, ડેટાબેઝ, માઇક્રોફિલ્મ, વિડિયો, માહિતી, કન્ટેન્ટ અને અન્ય કોઈપણ માહિતી અથવા સામગ્રી કે જે તમે હોસ્ટ, પબ્લિશ, શેર, વ્યવહાર, ડિસ્પ્લે અને/અથવા અપલોડ કરો છો તેનું સંચાલન કરે છે.
    • કૃપા કરીને નોંધ કરો કે તમારા અધિકારક્ષેત્રમાં વેબસાઇટની ઉપલબ્ધતા અને વેબસાઇટને ઍક્સેસ કરવાની તમારી ક્ષમતા કંપનીના સંપૂર્ણ વિવેકબુદ્ધિને આધીન છે. કંપની તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી વેબસાઇટને અમુક જીઓગ્રાફિકલ લોકેશનોએ ઍક્સેસ કરવાથી પ્રતિબંધિત કરી શકે છે. તમે બાહેંધરી આપો છો કે વેબસાઈટની તમારી ઍક્સેસ તમામ લાગુ કાયદાઓનું પાલન કરશે (સમયાંતરે સુધારા મુજબ). તમે સમજો છો કે તમારા અધિકારક્ષેત્ર, ડિવાઇસ સ્પેસિફિકેશન્સ, ઈન્ટરનેટ કનેક્શન વગેરેના આધારે વેબસાઈટ અને તેના કન્ટેન્ટની તમારી ઍક્સેસ બદલાઈ શકે છે. તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે અમે તમને ફક્ત વેબસાઇટની ઍક્સેસ પ્રદાન કરીશું અને ઇન્ટરનેટ, મોબાઇલ અને/અથવા અન્ય કનેક્શન, ઑપરેટર અને તમારી ઍક્સેસ સાથે સંકળાયેલ સર્વિસ ફી વગેરેને ઍક્સેસ કરવા માટે તમારા માટે જરૂરી હોય તેવા તમામ સાધનો માટે તમે સંપૂર્ણપણે જવાબદાર હશો.

    2. બૌદ્ધિક સંપત્તિ અધિકારોની માલિકી

    નીચેના શરતોનો અર્થ તેમને નીચે દર્શાવ્યા મુજબ હોવો જોઈએ:

    • "બૌદ્ધિક સંપદા અધિકારો" માં તમામ પેટન્ટ, ટ્રેડમાર્ક, સર્વિસ માર્ક, લોગો, કોપીરાઈટ, ડેટાબેઝ અધિકારો, ટ્રેડ નામો, બ્રાન્ડ નામો, ટ્રેડ રહસ્યો, ડિઝાઇન અધિકારો અને કંપનીના સમાન માલિકીના અધિકારો, પછી ભલે તે રજીસ્ટર થયેલ હોય કે રજીસ્ટર થયેલ નથી અને તમામ રિન્યૂઅલ્સ અને એક્સ્ટેંશનનો સમાવેશ થાય છે.
    • વેબસાઈટમાં બૌદ્ધિક સંપદા અધિકારોમાં સામેલ તમામ હકો, ટાઇટલ અને ઇન્ટરેસ્ટ કોઈપણ મર્યાદા વિના તેના ઘટકો, કન્ટેન્ટ, ટેક્સ્ટ, ઈમેજીસ, ઑડિયો, ઑડિયો-વિઝ્યુઅલ, સાહિત્યિક કાર્ય, કલાત્મક કાર્ય, સંગીત કાર્ય, કોમ્પ્યુટર પ્રોગ્રામ, નાટકીય કાર્ય, સાઉન્ડ રેકોર્ડિંગ, સિનેમેટોગ્રાફ ફિલ્મ, વિડિઓ રેકોર્ડિંગ, પ્રદર્શન અને પ્રસારણ, કૉપિરાઇટ અધિનિયમ,1957 હેઠળ, સ્પેસિફિકેશન્સ, સૂચનાઓ, એબ્સ્ટ્રેક્ટ્સ, સમરીઓ, કોપી સ્કેચ, ડ્રોવિંગ, આર્ટવર્ક, સૉફ્ટવેર, સોર્સ કોડ, ઑબ્જેક્ટ કોડ, સોર્સ કોડ અને ઑબ્જેક્ટ કોડ પરની કોમેન્ટો, ડોમેન નામો, ઍપ્લિકેશન નામો, ડિઝાઇન્સ, ડેટાબેઝ, ટૂલ્સ, આઈકનો, લેઆઉટ, પ્રોગ્રામ્સ, ટાઈટલો, નામો, માર્ગદર્શિકાઓ, ગ્રાફિક્સ, એનિમેશન, ગેમ્સ, એપલોકેશનો, યુઝર ઇન્ટરફેસ સૂચનાઓ, ફોટોગ્રાફ્સ,આર્ટિસ્ટ પ્રોફાઇલ્સ, ચિત્રો, જોક્સ, મીમ્સ, સ્પર્ધાઓ અને અન્ય તમામ ઘટકો, ડેટા, માહિતી અને સામગ્રી ("સામગ્રી") એ કંપની અને/અથવા તેના લાયસન્સર્સ અને/અથવા અન્ય સંબંધિત માલિકોની મિલકત છે અને ભારત અને વિશ્વના બૌદ્ધિક સંપદા અધિકાર કાયદા અનુસાર, મર્યાદા વિના સુરક્ષિત છે. કંપની વેબસાઈટનું સંપૂર્ણપણે, સંપૂર્ણ અને પૂર્ણ ટાઇટલ અને તેમાંના તમામ બૌદ્ધિક સંપદા અધિકારો જાળવી રાખે છે.
    • વેબસાઈટ તેના પરની કોઈપણ સામગ્રી સહિત ફક્ત તમારા બિન-વાણિજ્યિક અંગત ઉપયોગ માટે અને અમે અમારા સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, યોગ્ય માનીએ તે સમયગાળા માટે જ અમારા દ્વારા તમારા માટે બિન-વિશિષ્ટ લાયસન્સ હોવાનું માનવામાં આવશે. તમે ઉપયોગ, પુનઃઉત્પાદન, પુનઃવિતરણ, વેચાણ, વ્યવસાયિક ભાડા પર ઓફર, ડિકમ્પાઇલ, રિવર્સ એન્જિનિયર, ડિસએસેમ્બલ, અનુકૂલન, લોકો સાથે વાતચીત, વ્યુત્પન્ન કાર્ય કરશો નહીં, વેબસાઈટની અખંડિતતામાં કોઈપણ રીતે બિલકુલ દખલ કરશો નહીં. (મર્યાદા વિનાના સોફ્ટવેર, કોડિંગ, ઘટકો, તત્વો, સામગ્રી વગેરે સહિત.)
    • તમે સ્પષ્ટપણે પુષ્ટિ કરો છો કે વેબસાઈટ (તેમાંની કોઈપણ અને બધી સામગ્રીઓ સહિત) (સંપૂર્ણ અથવા આંશિક રીતે) કોઈપણ રીતે, માધ્યમ અથવા મોડ જે હવે જાણીતો છે અથવા પછીથી વિકસિત છે, તેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નકલ, પુનઃઉત્પાદન, સંશોધિત, સંપાદિત, પુનઃ સંપાદિત, સુધારો, બદલવી, પરિવર્તિત, વધારવો, સુધારો, અપગ્રેડ, વ્યુત્પન્ન કાર્યો બનાવવા, અનુવાદ, અનુકૂલન, સંક્ષિપ્ત, કાઢી નાખવી, ડિસ્પ્લે, પ્રદર્શન, પ્રકાશિત, વિતરિત, પ્રસારિત, લોકો સાથે વાતચીત કરવી, પ્રસાર, પ્રસારણ, વહન, વેચાણ, ભાડે આપો, લીઝ, સોંપો, મુકરર, લાયસન્સ કરી આપવું, પેટા-લાયસન્સ કરી આપવું, ડિસએસેમ્બલ, વિસંગ્રહ, રિવર્સ એન્જિનિયર, માર્કેટ, પ્રમોટ કરવું, પ્રસારિત, શોષણ, ડિજિટલી ફેરફાર કરવા અથવા મેનીપ્યુલેટ કરવા તે રીતે ફેરફાર અથવા હેરફેર નહીં કરો.

    3. વપરાશકર્તા સામગ્રી

    • વેબસાઇટ વપરાશકર્તાને સામગ્રી, ડેટા, માહિતી, ટેક્સ્ટ, ઈમેજીસ, વિડિઓઝ, ઑડિયો, ઑડિયો-વિઝ્યુઅલ, યુઝર ઓપીનિયન, ભલામણો, સલાહ, વ્યૂ વગેરે પ્રકાશિત કરવાની મંજૂરી આપી શકે છે; ("વપરાશકર્તા સામગ્રી"). વપરાશકર્તા સામગ્રી કંપનીના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. કોઈ પણ સંજોગોમાં કંપનીને કોઈપણ યુઝર સામગ્રી માટે જવાબદાર ગણવામાં આવશે નહીં, ન તો કંપની કોઈપણ વપરાશકર્તા સામગ્રીને સમર્થન કે ભલામણ કરશે, ન તો વેબસાઈટ પર વપરાશકર્તા સામગ્રીના પ્રકાશનથી થતા કોઈપણ નાશ અથવા નુકસાન માટે કંપની જવાબદાર રહેશે નહીં.
    • વપરાશકર્તા સામગ્રી સબમિટ કરીને, તમે કંપનીને એક શાશ્વત, વિશ્વવ્યાપી, રોયલ્ટી-મુક્ત, અટલ, બિન-વિશિષ્ટ લાઇસન્સ આપો છો અને અન્યને વપરાશકર્તા સામગ્રીનો સંપૂર્ણ અથવા આંશિક રીતે કોઈપણ અને તમામ માધ્યમોમાં ઉપયોગ કરવા માટે અધિકૃત કરો છો, જે હવે જાણીતું છે અથવા બાદમાં ડેવલોપ થયું છે, જેમાં વપરાશકર્તા સામગ્રીનો ઉપયોગ અલગતામાં અથવા અન્ય કોઈપણ સામગ્રી સાથે ઉપયોગ કરવાના અધિકારોનો સમાવેશ થાય છે. તમે સંમત થાઓ છો કે આવા સંજોગોમાં, તમે કંપની તરફથી કોઈપણ જાણ અથવા વળતર માટે હકદાર નથી.
    • કંપની પાસે અધિકાર હશે પરંતુ કોઈ પણ વપરાશકર્તા સામગ્રી અને/અથવા સામાન્યપણે વેબસાઈટ પરના કોઈપણ ચેટ ક્ષેત્ર પર અથવા તેના દ્વારા ઉપલબ્ધ સામગ્રીનું નિરીક્ષણ કરવા, દૂર કરવા, સ્થગિત કરવા, નાશ કરવા, ઉપયોગ કરવા અને બદલવાની કોઈ જવાબદારી નથી, જો કોઈ હોય તો, કોઈપણ રીતે જે કંપની તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી, કોઈપણ સમયે નક્કી કરી શકે છે. જો કે કંપની સમયાંતરે વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલ વપરાશકર્તા સામગ્રી પર દેખરેખ રાખવાનો પ્રયત્ન કરી શકે છે, કંપની તેના માટે જવાબદાર રહેશે નહીં.
    • કોઈ પ્રસંગે કંપની કોઈપણ પ્રોગ્રામ હોસ્ટ કરે છે અથવા પ્રોડક્ટનાં કોઈપણ રિવ્યુ મૂકે છે, પછી ભલે તે કોઈ થર્ડ પાર્ટી હોય અથવા તેના પોતાનું કન્ટેન્ટ હોય અથવા આવા અન્ય મંતવ્યો હોય, તો મંતવ્યો ફક્ત લેખકના મંતવ્યો દર્શાવશે અને કંપનીના મંતવ્યો નહીં.
    • વેબસાઇટ પર વપરાશકર્તા સામગ્રી પોસ્ટ કરીને, તમે કંપનીને બાહેંધરી, પ્રતિનિધિત્વ, અને ખાતરી કરો છો કે: (a) વપરાશકર્તા સામગ્રી અસલ છે; (b) મર્યાદા વિના બૌદ્ધિક સંપદા અધિકારો સહિત કોઈપણ થર્ડ પાર્ટીના અધિકારોનું ઉલ્લંઘન કરતું નથી; અને (c) તે બદનક્ષીકારક, હલકું પાડે તેવું અથવા અપમાનજનક અથવા દૂષિત અથવા કોઈપણ વ્યક્તિ, ચોક્કસ એન્ટિટી, જૂથો, કાસ્ટ, ધર્મ, જાતિ અથવા સમુદાય માટે નુકસાનકારક અથવા દેશદ્રોહી અથવા અશ્લીલ અથવા અભદ્ર અથવા કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરતું નથી.
    • તમે સંમત થાઓ છો, કરાર કરો છો અને બાહેંધરી આપો છો કે તમે કોઈપણ ડેટા, માહિતી, કન્ટેન્ટ અથવા મેસેજને હોસ્ટ, ડિસ્પ્લે, અપલોડ, મોડીફાઈ, પબ્લિશ, ટ્રાન્સમિટ, અપડેટ અથવા શેર કરશો નહીં:
      • કે જે અન્ય વ્યક્તિનું છે અને જેના પર તમારો કોઈ અધિકાર નથી;
      • જે ઘોર હાનિકારક, પજવણી કરનારું, અનાદરભર્યું બદનક્ષી, અપમાનજનક, નિર્લજ્જ, અશ્લીલ, પીડોફિલિક, બદનામીજનક, બીજાની પ્રાઈવસી પર આક્રમક, દ્વેષપૂર્ણ, અથવા જાતિય, વંશીય રીતે વાંધાજનક, તોછડાઈભર્યું, મની લોન્ડરિંગ અથવા ગેમિંગ સંબંધિત અથવા તેને પ્રોત્સાહિત કરનારું છે, અથવા અન્ય કોઈપણ રીતે બિલકુલ ગેરકાયદેસર છે;
      • સગીરોને કોઈપણ રીતે નુકસાન પહોંચાડતું હોય;
      • કોઈપણ પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઈટ અથવા અન્ય માલિકી અધિકારો અથવા બૌદ્ધિક સંપદા અધિકારોનું ઉલ્લંઘન કરે છે;
      • કોઈપણ લાગુ પડતા રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કાયદાઓ, નિયમો, કાનુનો અને/અથવા માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે;
      • પ્રાપ્તકર્તાને એવા સંદેશાઓની ઉત્પત્તિ વિશે છેતરે છે અથવા ગેરમાર્ગે દોરે છે અથવા કોઈપણ માહિતીનો સંચાર કરે છે જે પ્રકૃતિમાં ગંભીર રીતે અપમાનજનક અથવા ભયજનક હોય;
      • અન્ય વ્યક્તિ હોવાનો ઢોંગ કરે છે;
      • કોઈપણ કોમ્પ્યુટર સંસાધનની કાર્યક્ષમતાને વિક્ષેપિત કરવા, નાશ કરવા અથવા મર્યાદિત કરવા માટે રચાયેલ સોફ્ટવેર વાઈરસ અથવા કોઈપણ અન્ય કોમ્પ્યુટર કોડ, ફાઇલો અથવા પ્રોગ્રામ્સ ધરાવે છે;
      • ભારતની એકતા, રાષ્ટ્રીય હિત, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અથવા સાર્વભૌમત્વ, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો, અથવા જાહેર વ્યવસ્થાને જોખમમાં મૂકે છે અથવા કોઈપણ નોંધનીય ગુનો કરવા માટે ઉશ્કેરણીનું કારણ બને છે અથવા કોઈપણ ગુનાની તપાસ અટકાવે છે અથવા કોઈપણ અન્ય રાષ્ટ્ર/દેશનું અપમાન કરે છે;
      • અપમાનજનક છે અથવા જોખમકારક પાત્ર ધરાવે છે;
      • હેરાનગતિ, અસુવિધા, ભય, અવરોધ, અપમાન, ઈજા, ગુનાહિત ધાકધમકી, દુશ્મનાવટ, તિરસ્કાર અથવા ખરાબ ઇચ્છાનું કારણ બને છે;
      • હેરાનગતિ અથવા અસુવિધાનું કારણ બને છે અથવા આવા સંદેશાઓના મૂળ વિશે મેળવનાર અથવા પ્રાપ્તકર્તાને છેતરવા અથવા ગેરમાર્ગે દોરવાનો હેતુ છે.
    • તમે આગળ બાહેંધરી આપો છો કે તમે વેબસાઇટનો ઉપયોગ આ માટે કરશો નહીં:
      • કોઈપણ વ્યક્તિના પ્રાઈવસી અધિકાર અથવા અંગત અધિકાર અથવા ગોપનીય માહિતીનું ઉલ્લંઘન;
      • એવું કૃત્ય કે જેને સાયબર આતંકવાદના કૃત્ય તરીકે ગણી શકાય;
      • કોઈપણ વપરાશકર્તા અથવા વ્યક્તિની ખાનગી/અંગત માહિતી એકત્રિત કરવી, સંગ્રહ કરવી અને/અથવા ઓળખવી;
      • અન્ય વ્યક્તિઓ, એન્ટીટોઓ, જૂથો, જાતિઓ, ધર્મો, વર્ણો અથવા સમુદાયો પર અંગત હુમલાઓને સરળ બનાવવું;
      • અન્ય વ્યક્તિ અથવા વપરાશકર્તાને પરેશાન અથવા અન્યથા હેરાન કરવું;
      • તમને કોઈપણ કાયદા અથવા કરાર હેઠળ ટ્રાન્સમિટ કરવાનો અધિકાર ન હોય તેવી કોઈપણ સામગ્રી અપલોડ, પોસ્ટ અથવા ઈમેલ કરવી;
      • કોઈપણ વ્યક્તિ અથવા પક્ષના પ્રાઈવસી અધિકારો, બૌદ્ધિક સંપદા અધિકારો અથવા અન્ય થર્ડ-પાર્ટી અધિકારોનું ઉલ્લંઘન કરતી કોઈપણ સામગ્રી અપલોડ, પોસ્ટ અથવા ઈમેલ કરવી;
      • કોઈપણ અવાંછિત અથવા અનધિકૃત જાહેરાતો, પ્રમોશનલ સામગ્રી, જંક-મેલ, સ્પામ, ચેઈન લેટર્સ અથવા અન્ય કોઈપણ પ્રકારની વિનંતી અપલોડ, પોસ્ટ અથવા ઈમેલ કરવી;
      • કોઈપણ કોમ્પ્યુટર સોફ્ટવેર, હાર્ડવેર, ડિવાઇસો, પ્લેટફોર્મ અથવા ટેલિકોમ્યુનિકેશન સાધનો અને/અથવા વેબસાઈટની કાર્યક્ષમતાને વિક્ષેપિત કરવા, નાશ કરવા અથવા મર્યાદિત કરવા માટે રચાયેલ કોઈપણ કોમ્પ્યુટર વાયરસ અથવા કોઈપણ અન્ય કોમ્પ્યુટર કોડ, ફાઇલો અથવા પ્રોગ્રામ્સ ધરાવતી કોઈપણ સામગ્રી અપલોડ, પોસ્ટ અથવા ઈમેલ કરવી;
      • કંપનીના સર્વર, નેટવર્ક અથવા એકાઉન્ટ સહિતની વેબસાઈટમાં દખલ કરવી, નુકસાન પહોંચાડવું, અક્ષમ કરવું, વિક્ષેપ પાડવો, નબળું પાડવું, તેના પર અયોગ્ય બોજ બનાવવો અથવા અનધિકૃત ઍક્સેસ મેળવવો;
      • સંવાદના સામાન્ય પ્રવાહમાં વિક્ષેપ પાડવો, વેબસાઈટના અન્ય વપરાશકર્તાઓ ટાઇપ કરવામાં સક્ષમ હોય તેના કરતાં સ્ક્રીનને વધુ ઝડપથી સ્ક્રોલ કરવા માટેનું કારણ બનવું, અથવા અન્યથા રીઅલ-ટાઇમ ઍક્સચેન્જમાં જોડાવવાની અન્ય વપરાશકર્તાઓની ક્ષમતાને પ્રતિકૂળ અસર કરે છે તે રીતે કાર્ય કરવું;
      • વેબસાઈટના અન્ય ભાગોને અથવા જાહેરાતોને કવર કરવા, દૂર કરવા, નિષ્ક્રિય કરવા, મેનીપ્યુલેટ કરવા બ્લોક કરવા, અસ્પષ્ટ કરવા;
      • વેબસાઈટના અન્ય કોઈપણ વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલી અથવા તેને લગતી કોઈપણ માહિતીને કાઢી નાખવી અથવા તેમાં સુધારો કરવો;
      • તમારા અને/અથવા કોઈપણ થર્ડ-પાર્ટી વ્યવસાયિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું અને/અથવા તેના માટે આવક પેદા કરવી;
      • અધિનિયમ હેઠળ, કલમ 43, વગેરે હેઠળ સહિત અને/અથવા કોઈપણ અન્ય લાગુ કાયદાઓ, નિયમો અથવા કાનુનો હેઠળ પ્રતિબંધિત કોઈપણ પ્રવૃત્તિ હાથ ધરવી;
      • અનધિકૃત વ્યાપારી સંદેશાવ્યવહાર અને જાહેરાતો સહિત પોસ્ટ કરવી; અને/અથવા
      • કોઈપણ અન્ય વપરાશકર્તાની વપરાશકર્તા સામગ્રી મેનીપ્યુલેટ અથવા મોર્ફ અથવા બદલવી અથવા નબળી પાડવી.
    • તમે આથી પુષ્ટિ કરો છો કે વેબસાઇટ પર તમારા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ કોઈપણ સામગ્રી, ડેટા અથવા માહિતી યોગ્ય છે કે નહીં અને તે આ ઉપયોગની શરતોનું પાલન કરે છે કે કેમ તે નિર્ધારિત કરવાનો કંપનીને અધિકાર છે, અને તે મુજબ, કોઈપણ અને/અથવા તમારી બધી વપરાશકર્તા સામગ્રીને દૂર કરવી, અને પૂર્વ સૂચના વિના તમારી ઍક્સેસને સમાપ્ત કરવી. આ કાયદા હેઠળ અને/અથવા ઈક્વિટીમાં અને/અથવા આ એગ્રીમેન્ટ હેઠળ કંપની પાસે હોય તેવા કોઈપણ અન્ય અધિકારો અને ઉપાયો પ્રત્યે પૂર્વગ્રહ રાખ્યા વિના રહેશે.
    • જો તમે વેબસાઈટ પર કોઈપણ વપરાશકર્તા સામગ્રી સબમિટ કરો છો, તો તમે વપરાશકર્તાની મટેરિયા લેન્ડમાં કોઈપણ અધિકારો, રુચિ અને માલિકી છોડી દીધી હોવાનું માનવામાં આવશે જે જાહેર ડોમેનમાં વપરાશકર્તા સામગ્રીના કન્ટેન્ટ મૂકવામાં આવ્યા છે તેને પુનઃઉપયોગ, પુનઃઉત્પાદન, વિતરણ, લોકો માટે સંચાર, અનુકૂલન, વગેરે માટે ખુલ્લું બનાવે છે. તમે વેબસાઇટ પર વપરાશકર્તા સામગ્રીના પ્રકાશન સાથે સંકળાયેલા જોખમોને સમજો છો અને સંમત થાઓ છો કે કંપની તમારા દ્વારા પોસ્ટ કરાયેલ કોઈપણ વપરાશકર્તા સામગ્રીના કોઈપણ ડિજિટલ ફેરફાર, મેનીપ્યુલેશન, મોર્ફિંગ, ગેરકાયદેસર બદલાવ વગેરે માટે જવાબદાર અથવા પાત્ર રહેશે નહીં.
    • તમે આગળ સંમત થાઓ છો કે વેબસાઇટના અન્ય વપરાશકર્તાઓ દ્વારા તમારા બૌદ્ધિક સંપદા અધિકારો, પ્રાઈવસી અધિકારો, અંગત અધિકારો વગેરેના કોઈપણ ઉલ્લંઘન માટે અન્ય વપરાશકર્તાઓ દ્વારા ધમકી, બદનક્ષી, માનહાનિ, અશ્લીલ, અપમાનજનક અથવા ગેરકાયદેસર વર્તણૂક માટે કંપની તમારા માટે જવાબદાર અથવા પાત્ર રહેશે નહીં.

    4. સ્પર્ધાઓ અને પ્રમોશનો

    કોઈપણ અને તમામ સ્પર્ધાઓ, પ્રમોશનો અને કેમ્પેઇનો કે જે વેબસાઈટ પર હોસ્ટ અથવા આયોજિત થઈ શકે છે તે અલગ સ્પર્ધાના નિયમો અને શરતો ("સ્પર્ધા T&Cs") ને આધીન છે અને તમને તેમાં ભાગ લેતા પહેલા સ્પર્ધાની T&Cs તેમજ ઉપયોગની શરતો વાંચવાની વિનંતી કરવામાં આવે છે અને ભાગ લેવા પર, એવું માનવામાં આવશે કે ભાગ લેનારએ સ્પર્ધાના T&Cs વાંચ્યા છે અને સમજી લીધા છે. ચોક્કસ પ્રવૃત્તિના સંદર્ભમાં પ્રદાન કરેલ સ્પર્ધા T&Cs માં ઉપયોગની શરતો સંદર્ભ દ્વારા સમાવિષ્ટ માનવામાં આવે છે

    5. ડિસ્ક્લેમર અને જવાબદારીની મર્યાદા

    વેબસાઇટને ઍક્સેસ કરીને અને/અથવા તેનો ઉપયોગ કરીને, તમે આ ડિસ્ક્લેમરની શરતોને વાંચી, સમજી અને કાયદેસર રીતે બંધાયેલા રહેવા માટે સંમત થાઓ છો. તમે સંમત થાઓ છો કે વેબસાઇટની તમારી ઍક્સેસ તમારા જોખમે અને તમારી સ્વતંત્ર ઇચ્છા પર છે. વેબસાઈટ અને તેમાં રહેલી તમામ સામગ્રી કંપની દ્વારા “જેમ છે તેમ” અને “જેમ ઉપલબ્ધ છે” ના આધારે વિતરિત અને પ્રસારિત કરવામાં આવે છે. કંપની અને તેના આનુષંગિકો, સહયોગીઓ અને ગ્રૂપ કંપનીઓ, તેમના સંબંધિત ડાઇરેક્ટરો, મુખ્ય વ્યવસ્થાપક પર્સનલ, કર્મચારીઓ, ઓફિસરો, શેરહોલ્ડરો, એજન્ટો, પ્રતિનિધિઓ, પેટા-કોન્ટ્રાકટરો, સલાહકારો અને થર્ડ-પાર્ટી પ્રોવાઈડરો:

    • કોઈપણ અને તમામ સ્પષ્ટ અથવા ગર્ભિત રજૂઆતો, વૉરંટી અને/અથવા કોઈપણ પ્રકારની શરતોનો અસ્વીકાર કરવો, જેમાં સમાવિષ્ટ છે તેમાં સંપૂર્ણતા, સચોટતા, વિશ્વસનીયતા, સક્ષમતા, યોગ્યતા, પાત્રતા, વેપારીતા, ઉપલબદ્ધતા, ગુણવત્તા, કોઈપણ હેતુ માટે પાત્રતા, બિન-ઉલ્લંઘન, સુસંગતતા અને/અથવા સુરક્ષાની વૉરંટીઓ પણ તેના સુધી મર્યાદિત નથી;
    • વેબસાઈટ અથવા કોઈપણ જોડાયેલ વેબસાઈટના તમારા ઉપયોગથી અથવા તેના જોડાણમાં ઉદ્ભવતા તમારી સિસ્ટમ અથવા ડિવાઇસના કોઈપણ ઈન્ફેક્શન અથવા બગાડ માટે જવાબદાર અથવા પાત્ર નથી અને એવી બાહેંધરી આપશે નહીં કે વેબસાઈટ, સર્વર(રો) કે જે વેબસાઈટને ઉપલબ્ધ કરાવે છે અથવા કોઈપણ જોડાયેલ વેબસાઈટ વાયરસ, ટ્રોજન હોર્સીસ, વોર્મ્સ, સોફ્ટવેર બોમ્બસ અથવા સરખી આઈટમ્સ અથવા પ્રોસેસરો, અથવા અન્ય નુકશાનકર્તા ભાગોથી મુક્ત છે;
    • વેબસાઈટ અથવા કોઈપણ જોડાયેલ વેબસાઈટ અને તેમાં રહેલ સામગ્રી અને વપરાશકર્તા સામગ્રી ના સંદર્ભમાં તમારા ઉપયોગથી ઉદ્ભવતા વિક્ષેપો, વિલંબ, અચોક્કસતા, ભૂલો અથવા અવગણનાઓ માટે જવાબદાર અથવા જવાબદાર નથી; અને
    • બાંહેધરી આપશો નહીં કે વેબસાઈટ, અથવા કોઈપણ કનેક્ટેડ વેબસાઈટ, લિંક થયેલ માઈક્રોસાઈટ્સ, કોઈપણ સામગ્રી, થર્ડ પાર્ટીની સામગ્રી, અથવા ઑફર કરવામાં આવતી સેવાઓ અવિરત અથવા ભૂલ-મુક્ત અથવા ચોક્કસ અથવા તમારા હેતુને મળતી આવતી હશે.
    • વેબસાઈટને સરળતાથી ચાલતી રાખવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે. જો કે, કંપની કોઈપણ કારણોસર વેબસાઈટ અનુપલબ્ધ હોય તેના માટે કંપની કોઈ જવાબદારી લેતી નથી અને તેના માટે પાત્ર રહેશે નહીં.
    • ગુણવત્તા, સચોટતા, પર્યાપ્તતા, સંપૂર્ણતા, યોગ્યતા, ચોક્કસઈ અને કોઈપણ સામગ્રીની માન્યતા અને વેબસાઈટ અથવા કોઈપણ સાથે જોડાયેલ વેબસાઈટનો ઉપયોગ અને ઍક્સેસ માટેનું સંપૂર્ણ જોખમ તમારા ખુદ પર છે.
    • આ વેબસાઈટમાં અન્ય થર્ડ-પાર્ટીની વેબસાઈટોની લિંક્સ હોઈ શકે છે જે કંપનીના નિયંત્રણ હેઠળ નથી. તમે વેબસાઈટની લિંક દ્વારા કોઈપણ વેબસાઈટની મુલાકાત લો છો તે વેબસાઈટ પૂરી પાડનાર થર્ડ પાર્ટીની જવાબદારી છે. કોઈપણ થર્ડ-પાર્ટીની વેબસાઇટ કે જેને તમે વેબસાઇટ પરથી લિંક કરો છો તેનું કન્ટેન્ટ તેમાં રહેલ સામગ્રી અને માહિતી સહિત તે ફક્ત તે થર્ડ-પાર્ટી પ્રોવાઇડરની જવાબદારી છે. કોઈપણ વ્યવહારો કે જે તમે આ વેબસાઇટ પર સૂચિબદ્ધ અથવા આ વેબસાઇટથી લિંક કરેલ થર્ડ પાર્ટી સાથે દાખલ કરો છો તે ફક્ત તમારી અને તે થર્ડ પાર્ટી વચ્ચેના છે. અમે આવા કોઈપણ થર્ડ પાર્ટી કન્ટેન્ટ માટે જવાબદાર નથી કે જે વેબસાઇટ દ્વારા ઍક્સેસ થઈ શકે, અથવા તે થર્ડ પાર્ટી વેબસાઇટ્સ પ્રકાશિત કરતી સંસ્થાઓ અને આવા કન્ટેન્ટ માટે કોઈપણ જવાબદારી અને પાત્રતાનો આ સાથે અસ્વીકાર કરીએ છીએ. કોઈપણ પ્રોડક્ટ અથવા સર્વિસની ગુણવત્તા, સલાહ, માહિતી અથવા જાહેરાતના પરિણામે તમારા દ્વારા પ્રદર્શિત, ખરીદેલી અથવા મેળવેલી અન્ય સામગ્રી અથવા થર્ડ-પાર્ટીની વેબસાઈટ સાથે અથવા તેના જોડાણમાં કોઈપણ અન્ય માહિતી અથવા ઑફરની કોઈપણ લિંકના સમાવેશનું અમારા દ્વારા થર્ડ-પાર્ટીને સમર્થન અથવા ભલામણનું ગઠન અથવા સૂચિત કરતું નથી.
    • કાયદા દ્વારા અનુમતિપાત્ર સંપૂર્ણ હદ સુધી, કંપની અને તેના આનુષંગિકો અને સહયોગીઓ અને તેમના સંબંધિત ડિરેક્ટર, મુખ્ય વ્યવસ્થાપક પર્સનલ, કર્મચારીઓ, ઓફિસરો, શેરહોલ્ડરો, એજન્ટો, પ્રતિનિધિઓ, પેટા-કોન્ટ્રાકટરો, સલાહકારો અને થર્ડ-પાર્ટી પ્રોવાઈડરો વેબસાઈટ અને/અથવા સામગ્રીઓ અને/અથવા વપરાશકર્તા સામગ્રી અને/અથવા કોઈપણ જોડાયેલ થર્ડ પાર્ટીની વેબસાઈટમાં મર્યાદા વિના સમાવિષ્ટ તેની સાથે જોડાણમાંથી ઉદભવતા કોઈપણ પ્રકારના નાશ અને/અથવા નુકસાન અને/અથવા કોઈપણ પ્રકારના દાવાઓ (પછી ભલે તે કરારમાં હોય, કાનૂની ફરજના ઉલ્લંઘનમાં હોય અથવા અન્યથા) માટે પાત્ર રહેશે નહીં:
      • પરોક્ષ અથવા પરિણામી નુકશાન;
      • નફો અથવા આવક અથવા બચતનું નુકસાન અથવા અન્ય આર્થિક નુકસાન
      • આકસ્મિક, પ્રત્યક્ષ, અથવા વિશેષ નુકસાન અથવા સમાન નાશ;
      • ડેટાનનું નુકસાન અથવા નાશ;
      • વ્યવસાય, પ્રતિષ્ઠા અથવા સદ્ભાવનાનું નુકસાન; અને/અથવા
      • વેડફાયેલો અથવા ગુમાવેલો મેનેજમેન્ટ સમય;

      જો આવા નુકસાન અથવા નાશની સંભાવના વિશે સલાહ આપવામાં આવી હોય અથવા જો આવા નુકસાન અથવા નાશ અગમ્ય હતા.

    • ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લીધા વિના, વેબસાઇટને ઍક્સેસ કરવા બદલ કોઈપણ અને તમામ નાશ, નુકસાન અથવા દાવાઓ (પછી ભલે તે કરારમાં હોય, કાનૂની ફરજના ઉલ્લંઘનમાં હોય અથવા અન્યથા) ની તમે ચૂકવેલ રકમ જો કોઈ હોય તેના કરતાં વધી જશે તો તે માટે કોઈપણ પ્રસંગે તમારા પ્રત્યે કંપની અને તેના આનુષંગિકો, સહયોગીઓ અને ગ્રૂપ કંપનીઓની કોઈ જવાબદારી રહેશે નહીં.
    • જો તમે વેબસાઈટથી અથવા આ ઉપયોગની શરતોથી અસંતુષ્ટ છો, તો તમારો એકમાત્ર અને વિશિષ્ટ ઉપાય એ વેબસાઈટને ઍક્સેસ કરવાનું અથવા તેનો ઉપયોગ કરવાનું બંધ કરવાનો છે.

    6. ક્ષતિપૂર્તિ

    તમે કંપની, તેના આનુષંગિકો, સહયોગીઓ અને ગ્રૂપ કંપનીઓ, અને તેમના સંબંધિત ડાઇરેક્ટરો, મુખ્ય વ્યવસ્થાપક પર્સનલ, કર્મચારીઓ, ઓફિસરો, શેરહોલ્ડરો, એજન્ટો, પ્રતિનિધિઓ, પેટા-કોન્ટ્રાકટરો, સલાહકારો અને થર્ડ-પાર્ટી પ્રોવાઈડરોને કાનૂની ફી સહિત તમામ નાશ, દાવાઓ અને નુકસાનોમાંથી અને તેની સામે સંપૂર્ણ રીતે ક્ષતિપૂર્તિ, બચાવ અને હાનિરહિત રાખવા માટે સંમત થાઓ છો, જે આ પરિણામોએ થયા છે: (I) આ ઉપયોગની શરતોની કોઈપણ અવધિનું તમારું ઉલ્લંઘન; (III) કોઈપણ થર્ડ-પાર્ટીના અધિકારનું તમારું ઉલ્લંઘન, જેમાં કોઈપણ પ્રચાર, ગોપનીયતા અથવા બૌદ્ધિક સંપત્તિના અધિકારનો સમાવેશ થાય છે પણ તેના સુધી મર્યાદિત નથી; (IV) કોઈપણ લાગુ કાયદાનો તમારો ભંગ; (IV) થર્ડ પાર્ટી સહિત કોઈપણ વ્યક્તિ દ્વારા તમારા એકાઉન્ટનો કોઈપણ અનધિકૃત, અયોગ્ય, ગેરકાયદેસર અથવા ખોટો ઉપયોગ, પછી ભલે તે તમારા દ્વારા અધિકૃત અથવા માન્ય હોય કે ન હોય; અને (V) આ ઉપયોગની શરતો હેઠળ અથવા લાગુ કાયદા હેઠળ કોઈપણ પ્રતિનિધિત્વ, વૉરંટી, કરાર અથવા બાહેંધરીનો તમારો ભંગ. આ નુકસાનની જવાબદારી આ ઉપયોગની શરતોની સમાપ્તિ અથવા અંત અને વેબસાઈટના તમારા ઉપયોગથી બચી જશે.

    7.તૃતીય પક્ષ વેબસાઇટ

    • આ વેબસાઇટમાં થર્ડ પાર્ટીની માલિકીની અને સંચાલિત અન્ય વેબસાઇટ્સની લિંક્સ હોઈ શકે છે જેઓ કંપની સાથે સંબંધિત નથી ("થર્ડ પાર્ટી વેબસાઇટ્સ"). થર્ડ-પાર્ટીની વેબસાઇટ્સ કંપનીના નિયંત્રણ હેઠળ નથી અને કંપની કોઈપણ થર્ડ-પાર્ટી વેબસાઇટ્સના કન્ટેન્ટ અથવા થર્ડ-પાર્ટી વેબસાઇટ્સમાં સમાવિષ્ટ કોઈપણ હાઇપરલિંક માટે જવાબદાર રહેશે નહીં અને આવા કોઈપણ થર્ડ-પાર્ટી વેબસાઇટ્સના કન્ટેન્ટના સંદર્ભમાં કોઈ રજૂઆત અથવા વૉરંટી આપતી નથી.
    • કોઈપણ થર્ડ-પાર્ટી વેબસાઇટ્સની તમારી ઍક્સેસ અને ઉપયોગ સંપૂર્ણપણે તમારા પોતાના જોખમે છે. કંપની તમારી અને થર્ડ-પાર્ટી વેબસાઇટ વચ્ચેના કોઈપણ વ્યવહારમાં પક્ષકાર રહેશે નહીં. થર્ડ-પાર્ટીની વેબસાઇટનો તમારો ઉપયોગ આ ઉપયોગની શરતો ઉપરાંત તે થર્ડ-પાર્ટી વેબસાઇટના નિયમો અને શરતોને આધીન છે. જો કોઈ અસંગતતા હોય તો આ ઉપયોગની શરતો પ્રવર્તીત છે.
    • વેબસાઈટમાં થર્ડ-પાર્ટીની જાહેરાતો, પ્રમોશન વગેરે હોઈ શકે છે.(જેમાં થર્ડ-પાર્ટી વેબસાઇટ્સ પર જોડેલ હાઇપરલિંક્સ અથવા રેફરલ બટનો શામેલ હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે). આવી જાહેરાતનું પ્રદર્શન કોઈપણ રીતે સંબંધિત જાહેરાતકર્તા, તેના પ્રોડક્ટ અથવા સર્વિસિઝ અથવા આવી કોઈપણ થર્ડ-પાર્ટી વેબસાઇટને કંપની દ્વારા સમર્થન અથવા ભલામણને સૂચિત કરતું નથી. તમારે જાહેરાતકર્તા અને તેના પ્રોડક્ટ અને/અથવા સર્વિસિઝ સંબંધિત તમામ માહિતી માટે સીધા જ સંબંધિત જાહેરાતકર્તાનો સંદર્ભ લેવો આવશ્યક છે. કંપની તમારી અને સંબંધિત થર્ડ પાર્ટી વચ્ચેની કોઈપણ ક્રિયાપ્રતિક્રિયા માટે કોઈ જવાબદારી સ્વીકારતી નથી અને આવી ક્રિયાપ્રતિક્રિયા અને/અથવા જાહેરાતકર્તાના પ્રોડક્ટ અને/અથવા સર્વિસિઝમાંથી ઉદ્દભવતી કોઈપણ ખામીઓ, કમીઓ, દાવાઓ વગેરેથી અથવા કોઈપણ રીતે સંકળાયેલી કોઈપણ જવાબદારીમાંથી મુક્ત થાય છે.

    8. નોટિસ અને ટેકડાઉન પ્રક્રિયા

    • કંપની વપરાશકર્તા સામગ્રી સહિત વેબસાઇટ પર પ્રકાશિત કોઈપણ ડેટા, માહિતી, કન્ટેન્ટ અથવા સામગ્રીને સમર્થન અથવા પ્રોત્સાહન આપતી નથી, અને તેના સંબંધમાં કોઈપણ અને તમામ જવાબદારીઓને સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે.
    • જો તમે માનતા હોવ કે વેબસાઈટમાં કોઈપણ ડેટા, માહિતી, કન્ટેન્ટ અથવા સામગ્રી શામેલ છે જે અધિનિયમ અથવા તેના હેઠળના નિયમોની કોઈપણ લાગુ જોગવાઈનું ઉલ્લંઘન કરી શકે છે, તો તમે પર ઈમેલ નોટિફિકેશન મોકલીને કંપનીને તેની જાણ કરી શકો છો આમ કરવાથી, [email protected] કૃપા કરીને યાદ રાખો કે તમે કાનૂની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છો. ખોટા દાવા ન કરો. આ પ્રક્રિયાનો દુરુપયોગ તમારા એકાઉન્ટને સસ્પેન્ડ અને/અથવા અન્ય કાનૂની પરિણામોમાં પરિણમી શકે છે.કૃપા કરીને નોંધ કરો કે આ જોગવાઈ ભારતમાં લાગુ થતા કાયદાઓ દ્વારા સંચાલિત થશે જેમાં અધિનિયમની સંબંધિત જોગવાઈઓ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા) નિયમો, 2011 વગેરેનો સમાવેશ થાય છે. આ કાનૂની પ્રક્રિયાના સંદર્ભમાં તમે તમારા પોતાના ખર્ચ, કિમતે અને પરિણામો પર સ્વતંત્ર કાનૂની સલાહ મેળવી શકો છો.
    • કોઈપણ ડેટા, માહિતી, કન્ટેન્ટ અથવા સામગ્રીને કંપની દૂર કરશે માત્ર કોર્ટના આદેશમાંથી વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અથવા યોગ્ય સરકાર અથવા તેની એજન્સી દ્વારા સૂચિત કરવામાં આવે કે જો કથિત ડેટા, માહિતી, કન્ટેન્ટ અથવા સામગ્રી વેબસાઈટ માંથી કાઢી નાખવામાં ન આવે તો કલમ 19(2) થી સંબંધિત ગેરકાનૂની કૃત્યો કરવામાં આવશે.
    • કંપની વપરાશકર્તાને જાણ કર્યા વિના અને કંપની અથવા તેના ડિરેક્ટર્સ, પ્રિન્સિપલ મેનેજમેન્ટ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓને કોઈ પણ પ્રકારની જવાબદારી આપ્યા વિના (આમ કરવાની ફરજ વિના) અધિકાર સુરક્ષિત રાખે છે, જે કંપની તેની મુનસફી મુજબ કાયદાની કોઈ પણ લાગુ પડતી જોગવાઈ અથવા નિયમોના ઉલ્લંઘનનો નિર્ણય લે છે.

    9. સપોર્ટ

    ગ્રાહક સપોર્ટ અને ગ્રાહક ફરિયાદો
    ONDC નેટવર્કમાં બાયર એપ્લિકેશન્સ દ્વારા આપેલા તમારા ઓર્ડર્સ સાથે સંબંધિત કોઈપણ ફરિયાદો માટે, તમે ONDC ના ફરિયાદ અધિકારી (ઈ-કોમર્સ નિયમો હેઠળ) અનુપમા પ્રિયદર્શિનીને [email protected] પર લખી શકો છો।


    વેબસાઇટ સામગ્રી સંબંધિત ફરિયાદો
    IT અધિનિયમ, ૨૦૦૦ હેઠળ વેબસાઇટ સંબંધિત કોઈપણ પ્રશ્નો અથવા ફરિયાદો માટે, કૃપા કરીને અમારી નોડલ અધિકારીને [email protected] પર લખો।

    10. સમાપ્તિ

    • કંપની તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી સૂચના આપ્યા વિના કંપની અથવા તેના ડિરેક્ટરો, મુખ્ય વ્યવસ્થાપક પર્સનલ, ઓફિસરો, અથવા, કર્મચારીઓની કોઈપણ જવાબદારી વિના ક્યાં તો સગવડ માટે અથવા કોઈપણ કારણોસર આમાંની કોઈપણ ઉપયોગની શરતો, પ્રાઈવસી પૉલીસી, અધિનિયમ અને/અથવા તેના હેઠળના નિયમો સહિત કોઈપણ કાયદાનો ભંગ અથવા અન્ય કોઈ નિયમન અથવા અન્ય કોઈપણ કારણોસર જે કંપનીને યોગ્ય લાગે છે તેના તમારા દ્વારા શંકાસ્પદ અથવા વાસ્તવિક ઉલ્લંઘન સહિતની ઘટના પર વેબસાઈટની બધી અથવા તેના ભાગની તમારી ઍક્સેસને સમાપ્ત કરવાનો અધિકાર અનામત રાખે છે.

    11. ઈતર બાબતો

    • કોઈપણ ફરિયાદ અંગે કંપનીને સૂચિત કરવાની સૌથી ઝડપી અને સરળ રીત પર અમારા ફરિયાદ ઓફિસરને ઈમેલ નોટિફિકેશન મોકલીને છે.[email protected]
    • આ ઉપયોગની શરતોમાં તમારી અને કંપની વચ્ચેની સંપૂર્ણ સમજણ શામેલ છે અને વપરાશકર્તાની ઍક્સેસ અને/અથવા વેબસાઇટના ઉપયોગના સંદર્ભમાં વપરાશકર્તા અને કંપની વચ્ચેની તમામ પૂર્વ સમજણનું સ્થાન લે છે.
    • જો આ ઉપયોગની શરતોની કોઈપણ જોગવાઈ ગેરકાયદેસર, અમાન્ય અથવા લાગુ ન કરી શકાય તેવી હોવાનું જણાય છે, તો પછી આવી જોગવાઈ ગેરકાનૂની, ગેરકાનૂની કે અન્ય રીતે અમલમાં મૂકી શકાય તેવી ન હોય તો તેને રદ કરીને દૂર કરવામાં આવશે અને બાકીની જોગવાઈઓ યથાવત્ રહેશે અને અકબંધ રહેશે અને સંપૂર્ણ બળ અને અસરમાં રહેશે અને બંધનકર્તા અને અમલપાત્ર બની રહેશે.
    • તમે પુષ્ટિ કરો છો કે તમારી રજૂઆતો, વૉરંટી, બાહેંધરી અને કરારો, અને નુકસાની, જવાબદારીની મર્યાદા, લાયસન્સ આપવા, સંચાલિત કાયદો અને ગોપનીયતા સંબંધિત કલમો સમયના પ્રવાહ અને ઉપયોગની આ શરતોની સમાપ્તિથી બચી જશે.
    • આ ઉપયોગની શરતો હેઠળ કોઈ પણ સ્પષ્ટ માફી અથવા કોઈ પણ અધિકારનો તાત્કાલિક ઉપયોગ કરવામાં નિષ્ફળતાને કારણે સતત માફી અથવા બિન-અમલબજવણીની કોઈ અપેક્ષા સર્જાશે નહીં.
    • તમે સંમત થાઓ છો કે કુદરતી આફત, યુદ્ધ, રોગચાળો, બળવો, હુલ્લડ, જાહેર ઉત્પાત, હડતાળ, તાળાબંધી, પૂર, આગ, સેટેલાઈટ ફેલીયર, નેટવર્ક ફેલીયર, સર્વર ફેલીયર, કોઈપણ પબ્લિક યુટિલિટી ફેલીયર, આતંકવાદી હુમલો, નેટવર્ક મેંટેનન્સ, વેબસાઇટ મેંટેનન્સ, સર્વર મેંટેનન્સ અથવા કંપનીના નિયંત્રણની બહારના કોઈપણ અન્ય કારણને લીધે વેબસાઇટ અથવા તેના કોઈપણ ભાગની અનુપલબ્ધતાના કિસ્સામાં કંપની તમારા માટે કોઈપણ જવાબદારી હેઠળ રહેશે નહીં.
    • જ્યાં સુધી અન્યથા ઉલ્લેખિત ન હોય ત્યાં સુધી, વેબસાઇટ ફક્ત મનોરંજન અને કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાના હેતુ માટે રજૂ કરવામાં આવે છે. કંપની એવી કોઈ રજૂઆત કરતી નથી કે વેબસાઈટ ભારત સિવાયના અન્ય સ્થળોએ ઉપયોગ માટે યોગ્ય અથવા ઉપલબ્ધ છે. જેઓ ભારતમાં સિવાયના સ્થળોએથી વેબસાઈટને ઍક્સેસ કરવાનું પસંદ કરે છે, તેઓ પોતાની પહેલ અને જોખમે આમ કરે છે, અને સ્થાનિક કાયદાઓનું પાલન કરવા માટે સંપૂર્ણપણે જવાબદાર છે, અને સ્થાનિક કાયદાઓ જો જ્યાંસુધી લાગુ પડે છે ત્યાં.
    • પ્રાઈવસી પૉલીસી (વેબસાઈટ પર આપેલ છે તેમ), અને વેબસાઈટ પર સમાવિષ્ટ કોઈપણ અન્ય દસ્તાવેજો, સૂચનાઓ વગેરે આમાં વાંચવામાં આવશે અને આ ઉપયોગની શરતોનો એક ભાગ હશે. પ્રાઈવસી પૉલીસી ઉપયોગની શરતોનો એક અભિન્ન ભાગ બનશે અને આ બંને દસ્તાવેજો યુઝર એગ્રીમેન્ટ અને કંપની અને વપરાશકર્તા વચ્ચે કાયદેસર રીતે બંધનકર્તા કોન્ટ્રાક્ટની રચના કરે છે.
    • આ ઉપયોગની શરતો ભારતના કાયદાઓ દ્વારા સંચાલિત અને અર્થઘટન કરવામાં આવશે અને કાયદાના સંઘર્ષના કોઈપણ સિદ્ધાંતોને પ્રભાવિત કર્યા વિના, દિલ્હી ખાતેની અદાલતોના વિશિષ્ટ અધિકારક્ષેત્રને આધીન રહેશે.
    • કોન્ટ્રાક્ટ નિર્માણનો નિયમ, જેને 'કોન્ટ્રા પ્રોપેરેન્ટમ' નિયમ તરીકે ઓળખવામાં આવે છે, તે આ ઉપયોગની શરતોને લાગુ પડશે નહીં.