વિશ્વની પ્રથમ મોટા પાયાની વિશિષ્ટ ઇ-કોમર્સ સિસ્ટમનો ભાગ બનો.
ભારતમાં, 1 કરોડ 20 લાખથી વધુ વિક્રેતાઓ ઉત્પાદનો અને સેવાઓનું વેચાણ કે પુનઃવેચાણ કરીને તેમની આજીવિકા મેળવે છે. જો કે, આમાંથી માત્ર 15,000 વિક્રેતાઓ (કુલના 0.125%) એ જ ઇ-કોમર્સને સક્ષમ કર્યુ છે. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી મોટા ભાગના વિક્રેતાઓ માટે ઇ-રીટેલ પહોંચની બહાર રહ્યું છે.
ONDC એ ભારતમાં તેની મહત્તમ ક્ષમતા સુધી ઇ-રીટેલ પ્રવેશને હાલના 4.3% થી વધારવાની અનન્ય તકને માન્યતા આપી છે. અમારું ધ્યેય દરેક પ્રકાર અને કદના વેચાણકર્તાના પોપ્યુલેશન-સ્કેલના સમાવેશને સક્ષમ બનાવીને દેશમાં ઇ-કોમર્સના વ્યાપમાં નાટ્યાત્મક રીતે વધારો કરવાનો છે.
Read more
UPI, AADHAR અને બીજા અન્ય જેવા વસ્તીના ધોરણે ડિજિટલ ઈન્ફરાસ્ટ્રક્ચરનું સફળ સ્વીકારનું નિદર્શન કરવામાં ભારત વિશ્વમાં અગ્રેસર રહ્યું છે. ONDC (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ) એ ઓપન-સોર્સ વર્ગીકરણના આધારે ઓપન પ્રોટોકોલ દ્વારા ઇ-કોમર્સને સક્ષમ બનાવીને દેશમાં ઇ-કોમર્સની કામગીરીની રીતને બદલવા માટેની વધુ એક ટેક-આધારિત પહેલ છે.
આ પહેલથી ન તો ખાલી ઇ-કોમર્સને ઝડપથી અપનાવવાની સુવિધા મળશે પરંતુ સાથે જ ભારતમાં સ્ટાર્ટઅપના વિકાસને વેગ અને મજબૂતી મળશે. ઓપન પ્રોટોકોલ મારફતે સ્કેલેબલ અને કોસ્ટ-ઇફેકટીવ ઇ-કોમર્સની સુવિધા આપીને ONDC સ્ટાર્ટઅપ્સને સહયોગથી વિકસિત કરવા માટે સશક્ત બનાવશે.
ONDC ને ડિસેમ્બર 2021 ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને પ્રોટીઅન ઇગવ ટેકનોલોજીસ લિમિટેડ સ્થાપક સભ્યો સાથે સેક્શન 8 કંપની તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. ONDC માં રોકાણ કરનારી અન્ય સંસ્થાઓ છે:
QCI
પ્રોટેઅન ગવ ટેકનોલોજીસ્
M/O MSME
M/O કોમર્સ અને ઇન્ડસ્ટ્રી
M/O કન્ઝ્યુમર એફર્સ
કેપેસિટી બિલ્ડિંગ કમિશન
અવાના કેપિટલ
ડિજિટલ ઇન્ડિયા ફાઉન્ડેશન
HUL
ONDC
ONDC SAHAYAK